:: – હેલ્થ ઈન્શ્યોરન્સ એટલે શું ?
હેલ્થ ઈન્શ્યોરન્સ એ એક પ્રકારની વીમા પૉલિસી છે, જે દવાખાના, સર્જરી, દવા અથવા બિમારીના સારવારના ખર્ચ સામે નાણાકીય સુરક્ષા આપે છે. જ્યારે વીમાધારકને કોઈ આરોગ્યસંબંધિત ઈમરજન્સી થાય, ત્યારે આ વિમો હોસ્પિટલનો ખર્ચ કવર કરે છે.
હેલ્થ ઈન્શ્યોરન્સના મુખ્ય ફાયદા :-
- નાણા બચાવે છે: મોટાં હોસ્પિટલ બિલ સામે બચાવ મળે છે.
- કેશલેસ સારવાર: નેટવર્ક હોસ્પિટલમાં દાખલ થયા પછી બિલ સીધું વીમા કંપની ચૂકવે છે.
- ટેક્સ લાભ: વીમાના પ્રીમિયમ પર Section 80D હેઠળ આવકવેરામાં છૂટ મળે છે.
- મન ની શાંતિ: ઇમરજન્સી સમયે નાણાકીય ભાર ઓછો થાય છે.
હેલ્થ ઈન્શ્યોરન્સમાં સામેલ મુખ્ય મુદ્દાઓ :-
- હોસ્પિટલમાં દાખલ થવાનું ખર્ચ (In-patient hospitalization)
- ડેઇ કેર પ્રક્રિયાઓ (Day Care Procedures)
- પ્રિ અને પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ખર્ચ
- એમ્બ્યુલન્સ ચાર્જીસ.
- કેટલીક પોલિસીઓમાં OPD ખર્ચ અને દવાઓ પણ કવર થાય છે
હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રકારો:
- વ્યક્તિગત હેલ્થ પ્લાન (Individual Health Plan)
➔ દરેક વ્યક્તિ માટે અલગ કવરેજ. - ફેમિલી ફ્લોટર પ્લાન (Family Floater Plan)
➔ એક જ પૉલિસી હેઠળ આખું કુટુંબ. - ગ્રુપ હેલ્થ ઈન્શ્યોરન્સ (Group Health Insurance)
➔ કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે લે છે. - ક્રિટિકલ ઈલનેસ પૉલિસી (Critical Illness Policy)
➔ ગંભીર બીમારીઓ માટે ખાસ કવરેજ.
હેલ્થ ઈન્શ્યોરન્સ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાનાં મુદ્દા:
- કવરેજની રકમ (Sum Insured)
- નેટવર્ક હોસ્પિટલોની સંખ્યા
- વેઇટિંગ પિરિયડ (Waiting Period)
- ક્લેમ પ્રક્રિયા કેટલી ઝડપી છે
- પ્રીમીયમની રકમ અને લાભોનું સરખામણ
હેલ્થ ઈન્શ્યોરન્સના ઘટકો (Components of Health Insurance):
- પ્રિમીયમ (Premium):
➔ પૉલિસી ચાલુ રાખવા માટે જે રકમ તમે નિયમિત ચુકવો છો. - સમ ઈન્શ્યોર્ડ (Sum Insured):
➔ પોલિસી હેઠળ મળતી કુલ નાણાકીય સુરક્ષા. - કોપે (Co-Pay):
➔ કેટલીક પોલિસીઓમાં, દર્દી પોતાનો થોડો ટકાવારી ખર્ચ સહન કરવો પડે છે. (જેમ કે 10%-20%) - ડિડક્ટેબલ (Deductible):
➔ એક નક્કી રકમ જે વીમાધારક પોતે ચૂકવે છે, ત્યારબાદ જ ઇન્શ્યોરન્સ કંપની બાકીનો ખર્ચ આપશે. - નોએ ક્લેમ બોનસ (No Claim Bonus – NCB):
➔ જો તમે એક વર્ષમાં કોઈ ક્લેમ નથી કર્યો, તો તમને વધુ કવરેજ કે પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મળે છે.
હેલ્થ ઈન્શ્યોરન્સમાં આવતી શરતો (Important Terms):
- વેઇટિંગ પિરિયડ:
કેટલીક બીમારીઓ માટે વીમા કંપની પહેલાં 2 થી 4 વર્ષ સુધી ક્લેમ માન્ય નથી કરતી. - પ્રિ-એક્ઝિસ્ટિંગ ડિસીઝ (Existing Diseases):
જો પહેલેથી કોઈ બીમારી છે, તો તેનું ડિસ્ક્લોઝર જરૂરી છે અને સામાન્ય રીતે તેનું આવરણ થવામાં સમય લાગે છે. - કેપિંગ:
કેટલાક પ્લાન હોસ્પિટલના રૂમ ભાડા અથવા ખાસ સારવારના ખર્ચ પર મર્યાદા (limit) મુકતા હોય છે.
મહત્વપૂર્ણ દસ્તાવેજો (Documents Required for Health Insurance):
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, પાન કાર્ડ)
- વય નો પુરાવો (જન્મતારીખ દાખલો)
- સરનામું પુરાવો (આધાર કાર્ડ/બિલ)
- તાજેતરના આરોગ્ય પ્રમાણપત્રો (medical check-up જો જરૂરી હોય)
હેલ્થ ઈન્શ્યોરન્સ લેતી વખતે પૂછવાના મુખ્ય પ્રશ્નો:
- કયા કયા હોસ્પિટલ નેટવર્કમાં છે?
- વેઇટિંગ પિરિયડ કેટલો છે?
- રીન્યુઅલની શરતો શું છે?
- ઓપીડી (OPD) ખર્ચ કવર થાય છે કે નહીં?
- મેટરનિટી કવર મળે છે કે નહીં?
- આરોગ્ય તપાસણીની જરૂર પડે છે કે નહીં?
ભારતમાં જાણીતી હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ:
કંપનીનું નામ | ખાસિયતો |
---|---|
Star Health Insurance | વિશિષ્ટ આરોગ્ય પૉલિસીઓ માટે જાણીતી |
New India Assurance | સરકારી કંપની, વિશ્વસનીયતા વધુ |
HDFC ERGO Health | ઝડપી ક્લેમ પ્રક્રિયા |
ICICI Lombard | વિવિધ કોમ્બો પ્લાન ઉપલબ્ધ |
Max Bupa Health | ફેમિલી ફ્લોટર પ્લાન માટે શ્રેષ્ઠ |
Care Health Insurance | કેશલેસ સારવાર માટે વિશાળ નેટવર્ક |