નૉન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવા માટે જરૂરી દસ્તાવેજો (Non-Criminal Certificate Documents in Gujarati):
નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ શું છે અને શા માટે જરૂરી છે?
નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (Socially and Educationally Backward Classes – SEBC) અથવા બક્ષીપંચ (OBC) કેટેગરીના એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેઓ આર્થિક રીતે સદ્ધર નથી, એટલે કે “ક્રિમિલિયર” (આર્થિક રીતે સક્ષમ વર્ગ) માં આવતા નથી
✅ જરૂરી દસ્તાવેજો (Documents Required) :-
૧. અરજી ફોર્મ અને સોગંદનામું
- નોન-ક્રિમિલિયર પ્રમાણપત્ર મેળવવા માટેનું અરજી ફોર્મ.
- અરજદારના પિતાનું (અને જો પિતા હયાત ન હોય તો માતાનું) નોન-ક્રિમિલિયર અંગેનું સોગંદનામું.
૨. ઓળખ અને સરનામાના પુરાવા
- રહેઠાણનો પુરાવો (કોઈપણ એક):
- રેશનકાર્ડ (અરજદારનું)
- લાઇટબિલ
- મ્યુનિસિપલ ટેક્સ બિલ
- ચૂંટણી ઓળખ કાર્ડ (વોટર આઈડી કાર્ડ)
- પાનકાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- આધાર કાર્ડ (અરજદાર અને તેના પિતાનું)
- અથવા અન્ય કોઈ સરનામું સાબિત કરતો આધારભૂત પુરાવો જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય.
- ઓળખનો પુરાવો (કોઈપણ એક):
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- વોટર આઈડી કાર્ડ
૩. જાતિ અને શિક્ષણને લગતા પુરાવા
- જાતિનો પુરાવો (કોઈપણ એક):
- અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર (સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ – L.C.) જેમાં જાતિનો ઉલ્લેખ હોય.
- અરજદારનો SCBC/બક્ષીપંચનો દાખલો.
૪. આવકનો પુરાવો
- અરજદારના વાલીનું આવક અંગેનું પ્રમાણપત્ર/દાખલો. (પરિવારની કુલ વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ, જે નોન-ક્રિમિલિયર કેટેગરી માટેની મર્યાદા છે.)
- જો વાલીઓ નોકરી કરતા હોય તો છેલ્લા ૩ વર્ષના આવકવેરા રિટર્ન (Income Tax Returns – ITR) ની નકલ.
- જો વાલીઓ વ્યવસાય કરતા હોય તો ધંધા-વ્યવસાયના છેલ્લા ૩ વર્ષના આવકના પુરાવા.
૫. અન્ય જરૂરી દસ્તાવેજો
- અરજદારના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
- ૨ સાક્ષીઓના આધારકાર્ડ (જરૂર પડ્યે).
- જો કોઈ સરકારી નોકરીમાં હોય તો હોદ્દો અને નોકરી સંબંધિત પ્રમાણપત્રો (જેમ કે પગાર ધોરણ, નિમણૂકની તારીખ, વગેરે).
- ખેતીની જમીન ધરાવતા હોય તો ૭/૧૨ ના ઉતારાની નકલ.
- જો લાગુ પડતું હોય તો લગ્ન પછી નામ બદલ્યાનો પુરાવો (પરણેલી મહિલાઓ માટે).